PM મોદી અચાનક લેહ પહોંચ્યા, જવાનોને મળ્યા તો ચીનને લાગ્યા મરચા, તાબડતોબ આપ્યું નિવેદન
પીએમ મોદી આજે લદાખ સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે જવાનોનો જુસ્સો વધારવા માટે અચાનક લેહ લદાખ પહોંચ્યાં. પીએમ મોદીના આ પ્રવાસથી ચીન ધૂંધવાયું અને તાબડતોબ નિવેદન પણ આપ્યું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ પક્ષે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી કરીને તણાવ વધે.
બેઈજિંગ: પીએમ મોદી આજે લદાખ સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે જવાનોનો જુસ્સો વધારવા માટે અચાનક લેહ લદાખ પહોંચ્યાં. પીએમ મોદીના આ પ્રવાસથી ચીન ધૂંધવાયું અને તાબડતોબ નિવેદન પણ આપ્યું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ પક્ષે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી કરીને તણાવ વધે.
રોજેરોજ થનારી બ્રિફિંગમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે' 'ભારત અને ચીન સરહદ પર તણાવ ઓછો કરવા માટે સૈન્ય અને કૂટનીતિક માધ્યમોથી વાતચીત ચાલુ છે. આવા સમયે કોઈ પણ પક્ષે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી કરીને તણાવ વધે.'
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube